શિયાળે ઠુંઠવાતો હું ને ઠુંઠવાતી તું ત્યારે હુંફ એકમેકની મળે એ પ્રેમ
ઉનાળે તપતો હું અને તપતી તું ત્યારે એકમેકમાં ઓગળે એ પ્રેમ
સાવનના મોસમની વાત જાવા દો પ્રિયતમ સાવન તો કાળોકેર
હુંય ભીંજાઉ તુંય ભીંજાય ને છતાં એકમેકમાં તરસે એ પ્રેમ
હાથમાં રાખું છું કોરો કાગળ અને હૈયે ઘનઘોર વાદળ
વહેતા અશ્રુની શાહી કરી તને લખું હું ભીનો કાગળ
એક એક અક્ષર વાંચે ને સંભળાય તને મયુરના ભીના ટહુકા
કાળા અક્ષર લાગે મેઘધનુષી રંગ ને હૈયે વરસે એ પ્રેમ
**************************************************************
"છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી"
**************************************************************
માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.
એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.
દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.
યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.
"નાઝીર" એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું.
**************************************************************
ગુલાબી આદમી છઈયે, રૂવાબી આદમી છઈયે
અમે જુના જમાનાના શરાબી આદમી છઈયે
હળાહળ ઝેર હો અથવા મધુર અંગુરનો આસવ
મળે તે માણીએ, હાજર જવાબી આદમી છઈયે
અમે ઘેરી નિગાહોની નવાજીશ માણનારાઓ
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈયે
નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર !
ખુશી થી આવ, ઓ ખાના-ખરાબી ! આદમી છઈયે
ગયા છીયે અમે ફેંદી બધા દફ્તર મોહોબ્બતના
કિતાબો કૈં ઉકેલી છે, કિતાબી આદમી છઈયે !!!
**************************************************************
આ વિશ્વમાં છે લોકો શું શું નથી કરતા,
આટલું બધું કરીને પણ હેતુ નથી સરતા,
વિશ્વના જઇ ખુણે ખુણે આનંદથી ફરતા,
પણ મનના સાગરમાં કેમ કદી નથી તરતા,
ઉમંગને તરંગને ખોબે ખોબે ભરતા,
પણ છેવટે દુખી દુખી મૃત્યુને વરતા,
ઉલ્કાઓની જેમ બધાં લોકો ભલે ખરતા,
પણ આ જગતમાં જન્મેલા કવિ નથી મરતા.
**************************************************************
સ્વયં સંચાલિત જટિલ હું યંત્ર છું,
આયોજનબધ્ધ પ્રક્રિયાનું તંત્ર છું,
આ વિશ્વનુ હુ સર્વ શ્રેષ્ઠ મંત્ર છું,
તોપણ ન જાને કેમ હુ પરતંત્ર છું.
**************************************************************
સ્વાથૅની ના વાત હોય,
નિસ્વાથૅ એક જ ભાવ હોય,
રંગ ની ના વાત હોય,
ના રૂપની જ્યાં વાત હોય,
પ્રેમ તો તેને કહે,
સંગાથની જ્યાં વાત.
શુન્યતાને પામીને,
બધુ આપવાની વાત હોય,
ને સનમની ચાહમાં,
સવૅ ત્યાગવાની વાત હોય,
પ્રેમ તો તેને કહે,
બલિદાન ની જ્યા વાત હોય.
**************************************************************
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી
**************************************************************
લખી લેજો હથેળીમાં નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું.....
**************************************************************
ના પુછો મને મારી પ્રેમિકા શુ ભણે છે...
અરે ના પુછો મને મારી પ્રેમિકા શુ ભણે છે...
ગણિત મે શિખવાડ્યુ,
ને દાખલા બીજા જોડે ગણે છ
**************************************************************
ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે
કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કૂંવારાં સોળ વરસના તૂરાં તૂરાં
અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ ?
ઝૂરવા કે જીવનનો ક્યાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
**************************************************************
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન',
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
**************************************************************
માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.
તેથી તો પુનર્જન્મમાં માનું છું
આ વખતની હયાત-હયાત નથી.
આખી દુનિયાને લઈને ડૂબું છું.
આ ફ્કત મારો આપધાત નથી.
આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની વિસાત નથી.
2 મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો 'મરીઝ',
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment